Breaking News : સુરતમાં લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ અને ગ્રુપ પર IT વિભાગના દરોડા, 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરાઈ

સુરતના સૌથી મોટા ગ્રુપ લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. ઘર,બ્રોકર, ઓફિસ સહિત 30થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.IT વિભાગના અધિકારીઓ આ સમગ્ર તપાસ કરી રહ્યા છે.કરચોરી સહિત હવાલા કૌંભાડ પણ બહાર આવી શકે છે.

| Edited By: | Updated on: Feb 04, 2026 | 1:05 PM

સુરતમાં ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા પાડવામાં આવ્યા છે.સૂત્રની માહિતી અનુસાર આવકવેરા વિભાગની તપાસમાં1500 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર મળ્યા છે. તેમજ 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે આ સાથે અનેક મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.1500 કરોડનો બેનામી વ્યવહારો મળી આવ્યો છે.

IT વિભાગે દરોડા પાડ્યા

ગજેરા ગ્રુપના રહેણાક અને ઓફિસ સ્થળો પરથી થોકબંધ દસ્તાવેજ મળી આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો છે,જે તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે.લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ અને ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે.બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારીમાં છે.આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે.

30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ

ટુંકમાં ITના દરોડામાં 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે.લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર,થોકબંધ દસ્તાવેજ મળી આવ્યા છે.હુજ પણ મોટી સંખ્યામાં કરચોરી સામે આવે તેવી પણ શક્યતા છે.7 દિવસ સુધી ચાલેલી આ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.