Breaking News: ભારત-UAEની મેગા પાર્ટનરશિપથી ધોલેરાનો કાયાકલ્પ, એરપોર્ટથી લઇને સ્માર્ટ ટાઉનશિપ સુધી મોટા પ્રોજેક્ટમાં રોકાણ
Breaking News: ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, વિમાનોના મેન્ટેનન્સ માટે MRO સેન્ટર તેમજ ગ્રીનફીલ્ડ પોર્ટ અને આધુનિક સ્માર્ટ ટાઉનશિપ વિકસાવવામાં આવશે. આ સાથે રેલવે કનેક્ટિવિટી અને ઊર્જા ક્ષેત્રે પણ ભારત અને UAE મળીને કામ કરશે.
ભારત અને UAE વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બન્યો છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે લગભગ 12 મહત્વના કરારો થયા, જેમાં સૌથી મોટો અને ઐતિહાસિક કરાર ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ને લઈને થયો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ કરારને “મેગા પાર્ટનરશિપ” તરીકે વર્ણવ્યો છે.
ઊર્જા ક્ષેત્રે પણ ભારત અને UAE મળીને કામ કરશે
આ કરાર અંતર્ગત UAE ધોલેરાના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનશે. ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, વિમાનોના મેન્ટેનન્સ માટે MRO સેન્ટર તેમજ ગ્રીનફીલ્ડ પોર્ટ અને આધુનિક સ્માર્ટ ટાઉનશિપ વિકસાવવામાં આવશે. આ સાથે રેલવે કનેક્ટિવિટી અને ઊર્જા ક્ષેત્રે પણ ભારત અને UAE મળીને કામ કરશે.
અનુમાન મુજબ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થતાં ભારતને દર વર્ષે 1,000થી વધુ પાયલોટની ઘટ દૂર કરવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે આર્થિક વિકાસ, રોજગારી અને વૈશ્વિક રોકાણની નવી તકો ઊભી કરશે. સંયુક્ત ભાગીદારીથી ધોલેરા ભારતનું નવું વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
અબૂ ધાબીમાં ‘હાઉસ ઑફ ઈન્ડિયા’ સ્થાપિત થશે
આ ઉપરાંત UAEના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે અનેક મહત્વના ઐતિહાસિક કરારો થયા. ન્યૂક્લિયર એનર્જી, ડેટા સેન્ટર રોકાણ, સુપરકમ્યૂટિંગ ક્લસ્ટર, AI, આતંકવાદ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર સંમતિ થઈ છે. અબૂ ધાબીમાં ‘હાઉસ ઑફ ઈન્ડિયા’ સ્થાપિત થશે.