Breaking News : સુરતના વરાછાની મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું, જુઓ વીડિયો

| Updated on: May 06, 2026 | 11:43 AM

સુરત શેહરના વરાછા વિસ્તારમાંથી એક મોટા ગેરકાયદેસર ગર્ભપાત રેકેટનો પર્દાફાશ થયો છે.આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને આ કૌભાંડ પકડી પાડ્યું હતું.મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો છે.

સુરતના વરાછા મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ રેડ કરી આ રેકેટ ઝડપી પાડ્યું છે.મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.આ પહેલા પણ રામગોપાલ ઝડપાઇ ચુક્યો હતો.પોલીસે PNDT એક્ટ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે,ભારતમાં 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદેસર છે.

આરોપીઓ ગર્ભપાતની પ્રક્રિયા માટે ગેરકાયદેસર રીતે દવાઓ અને સર્જરીનો ઉપયોગ કરતા હોય છે. દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત કરાવવાનું કે જાતિ પરીક્ષણ કરવાનું પણ કેટલીક વખત રેકેટમાં સામેલ હોય છે.

ગેરકાયદે ગર્ભપાત શું છે?

આ પરિસ્થિતિઓમાં ગર્ભપાત ગેરકાયદે ગણાય છે, જેમ કે ક્યારેક દીકરાની રાહમાં ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી તે માટે પરીક્ષણ કરે છે. આવા કિસ્સામાં જ્યારે દીકરી હોય તો લિંગ પસંદગી માટે ગર્ભપાત કરે છે. (જે Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act, 1994 હેઠળ કડક ગેરકાયદે છે),ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ એક ગંભીર સામાજિક અને કાનૂની ગુનો છે, જે ઘણીવાર સ્ત્રી ભ્રૂણ હત્યા અને લિંગ નિર્ધારણ સાથે જોડાયેલો હોય છે. તાજેતરના સમયમાં ભારતના ઘણા ભાગોમાં આવા રેકેટનો પર્દાફાશ થાય છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us