Breaking News : ખાણી-પીણીના શોખીનો સાવધાન, ફુડ વિભાગની કાર્યવાહીમાં ચોંકાવનારો ખુલાસો થયો

| Edited By: | Updated on: Apr 30, 2026 | 12:48 PM

જો તમે પણ આઈસ્ક્રીમ ખાવ છો. તો ચેતી જજો કારણ કે, સુરતમાં અન્ય જગ્યાએ વેચાતી આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેલ થયા છે.આ પહેલા પણ સુરતમાં ડુપ્લીકેટ ઘી અને પનીરનો જથ્થો ઝડપાય ચૂક્યો છે.

સુરતના ખાણી-પીણીના શોખીનો સાવધાન થઈ જજો. ખુલે આમ તમને ઝેર પીરસવામાં આવી રહ્યું છે. નકલી ઘીનો જથ્થો પકડાવવાની વાત તો સાવ સામાન્ય થઈ ગઈ છે.સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અવારનવાર કરવામાં આવતી કાર્યવાહીમાં શહેરમાંથી અખાધ પદાર્થો ઝડપાતા હોય છે.હાલમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કે અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે.

આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન

સુરતમાં ઠેર-ઠેર વેચાતી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ? આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેલ થયા છે. આ સાથે ફુડ વિભાગની કાર્યવાહીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.ફેમસ બ્રાન્ડના આઈસ્ક્રીમ અને ઘી ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર કરવામાં આવ્યા છે.પાલિકાના ફુડ વિભાગે સેમ્પલ લીધા હતા.ઉધના અને કતારગામ વિસ્તારના આઈસ્ક્રીમ સેમ્પલની ગુણવત્તા ફેલ થઈ છે, તમામ સંસ્થાઓ વિરુદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પહેલા પણ સુરતમાં ડુપ્લીકેટ ઘી અને પનીરનો જથ્થો ઝડપાઇ ચૂક્યો છે.

કેટલાક સેમ્પલ ફેલ થયા છે, એટલે કે તેઓ નિર્ધારિત ગુણવત્તા અને સુરક્ષા ધોરણો પર ખરા ઉતર્યા નથી.ઘીમાં વનસ્પતિ તેલ અથવા અન્ય વસ્તુઓ ભેળવીને વેચાણ થતું હોવાની શંકા.ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us