Breaking News : હિંમતનગર ઓવરબ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એન્જિનિયર સહિત 4 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Nov 26, 2025 | 2:16 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેજ રફતારના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેજ રફતારના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એન્જિનિયર સહિત 4 લોકોના મોત નિપજ્યાં છે. હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન અકસ્માત થયો છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર ટ્રક ટ્રેલરે બિજ પર રોડ રોલરને ટક્કર મારી હતી. જેમાં રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં 4ના મોત થયા છે. જેમાં 3 શ્રમિક અને એક હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઈજનેર હતા.

હિંમતનગર ઓવરબ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

મહત્વનું છે કે આજે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને CM આવતા હોવાથી સમારકામ ચાલી રહ્યું હતું. હિંમતનગર-ચિલોડા હાઈવેની ક્ષતિઓ દૂર કરવા NHAI દ્વારા રાત દિવસ કામ હાથ ધરાયુ હતું. નિર્માણ કાર્યના રુબરુ નિરીક્ષણને લઈ જોખમી હાઈવેની ક્ષતિઓ દુર કરવા પ્રયાસ કરાયા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના બની.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો