Breaking News : આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી! અનેક વિસ્તારો થયા જળમગ્ન

Breaking News : આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી! અનેક વિસ્તારો થયા જળમગ્ન

| Edited By: | Updated on: Sep 18, 2026 | 4:55 PM

આણંદના ગામડી વડ, વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ટાઉન હોલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

આણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આણંદના અનેક વિસ્તારો જળમગ્ન

આણંદના ગામડી વડ, વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ટાઉન હોલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

નવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

શહેરના નવા બસ સ્ટેન્ડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયા

બીજી તરફ, આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત્ રહેતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Breaking News : ગાંધીનગરના કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.