Breaking News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું,અમદાવાદમાં પણ ગગડ્યો પારો, જુઓ Video
ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવાર અને સાંજ ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે. આજે પણ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે.
ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવાર અને સાંજ ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે. આજે પણ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. અહીંયા તાપમાનનો પારો 11 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 12.3 ડિગ્રી, અમરેલીમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ તમામ વિસ્તારમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો હતો.
અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન
અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. ખાસ વાત એ છે કે ગઈકાલે અમદાવાદમાં ચાલુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બીજી તરફ રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડીને 13.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે.
આગામી 3 દિવસ ઠંડીનું જોર ઘટવાની શક્યતા
ગુજરાતમાં હવે દિવસે દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે.પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસે તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેથી ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતના લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે. જોકે, હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવી હિતાવહ છે.
આ પણ વાંચો : Breaking News : ગિરનાર પરિક્રમામાં કપરા ચઢાણ અને ભારે ભીડથી યાત્રિકોની તબિયત લથડી, SDRF બની સહારો,જુઓ Video
