Breaking News : અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, જુઓ Video

| Updated on: Sep 11, 2026 | 1:44 PM

અમરેલીમાં લાંબા સમય પછી વરસાદની એન્ટ્રી થઈ છે. અમરેલી રાજુલા, સાવરકુંડલા, ખાંભાના ગામડામાં વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરડી,આદસંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અમરેલીમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી. ખાંભા અને ધારી ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે.વિરપુર, ગઢીયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. ઇંગોરાળા અને અનિડા ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે.કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળતા જગતનો તાત ખુશ થયો છે. જે વરસાદના રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા. આજે અમરેલીમાં વરસાદે એન્ટ્રી કરી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે.ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ખાંભાના ભાડ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાડ ગામમાં એકાએક ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. ભાડ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. મુરઝાઈ રહેલા કપાસ, મગફળી સહિત પાકને જીવનદાન મળશે.વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી છે. આજે ઉપલેટા,દેવભૂમિ દ્વારકા સહિત અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે.

ભારે વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ધરતીપુત્રો લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે અને આ આગાહી તેમને મોટી રાહત આપશે કે, કેમ તે જોવું રહેશે.

 

 

Breaking News : એશિયન ગેમ્સમાં ગુજરાતનો દબદબો, 9 ખેલાડીઓ કરશે દેશનું પ્રતિનિધિત્વ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.