Breaking News : રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, તાપમાનનો પારો હજુ ગગડવાની આગાહી જુઓ Video

| Edited By: | Updated on: Nov 22, 2026 | 10:11 AM

રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. તેમજ તાપમાનનો પારો હજુ ગગડવાની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારે જતા લોકોને સવારે ઠંડીની ઝલક જોવા મળી ચૂકી છે. નલિયા સૌથી ઠંડુ શહેર, લઘુત્તમ 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. સ્કૂલે જતા બાળકો અને રોજગારી માટે જતા લોકોને વહેલી સવારે ઠંડીની ઝલક જોવા મળી રહી છે. લોકો હવે સ્વેટર, ધાબળા સહિતના શિયાળાની ઋતુમાં પહેરાતા ગરમ કપડાં કબાટમાંથી બહાર કાઢી રહ્યા છે.હાલ અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે.

તાપમાનનો પારો હજુ ગગડવાની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. નલિયા સૌથી ઠંડુ શહેર, લઘુત્તમ 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 12.3 ડિગ્રી તો અમરેલીમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન
,રાજકોટમાં 13.6 ડિગ્રી જ્યારે કે અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તેમજ આવનારા દિવસોમાં તાપમાનનો પારો હજુ ગગડવાની આગાહી છે.
તમને જણાવી દઈએ કે, શનિવારના રોજ રાજ્યમાં ન્યૂનતમ તાપમાન રહ્યું હતુ. 17-18 ડિગ્રી આસપાસ રહ્યું હતુ. તો અમદવાદમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ , ગાંધીનગરમાં તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતુ.રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 11.4 ડિગ્રી, નલિયામાં તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું

ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા હોવાથી લોકોને આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે. નવેમ્બર મહિનાના અંતિમ દિવસો નજીક આવતાં શિયાળાની અસર વધુ સ્પષ્ટ બની રહી છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

 

 

 

Breaking News : દિલજીત દોસાંઝે અમદાવાદના કોન્સર્ટમાં કહ્યું , ફક્ત મારા પર જ પ્રતિબંધો કેમ 4 ગીતો ન ગાવાની ચેતવણી આપવામાં આવી અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.