Breaking News : હવે આગની ઘટના વખતે 101 નહીં, 112 નંબર ડાયલ કરવાનો રહેશે, જાણો કારણ
ઈમરજન્સી સેવાઓમાં મોટો ફેરફાર થયો છે. જો હવે આગની ઘટના બને તો તમારે 101 નહીં, 112 નંબર ડાયલ કરવાનો રહેશે. 23 સપ્ટેમ્બર થી 112 નંબરની સેવાનો સત્તાવાર પ્રારંભ થશે.
ઈમરજન્સી સેવાઓમાં મોટો ફેરફાર થયો છે. હવે આગની ઘટના વખતે 101 નહીં, 112 નંબર ડાયલ કરવાનો રહેશે. પોલીસ અને એમ્બ્યુલન્સ બાદ હવે ફાયર ઈમરજન્સી માટે પણ ‘112’ નંબરની સુવિધા શરૂ કરી છે.23 સપ્ટેમ્બરથી 112 નંબરની સેવાનો સત્તાવાર પ્રારંભ થશે. હાલ પૂરતો 101 પર કોલ કરવાથી કોલ ટ્રાન્સફર થઈને 112 ના કંટ્રોલ રૂમમાં જ જશે.નવી સિસ્ટમથી ફાયરની ગાડીઓનું ટ્રેકિંગ થશે અને ઈમરજન્સી રિસ્પોન્સ ઝડપી બનશે. તેમજ વર્ષના અંત સુધીમાં આ નવી સિસ્ટમ હેઠળ સમગ્ર રાજ્યને આવરી લેવાશે.
મહત્વનું છે કે પોલીસ અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવાઓ બાદ હવે ફાયર ઈમરજન્સી માટે પણ ‘112’ નંબરની સુવિધા શરૂ કરાઈ છે. જેમાં પ્રથમ ફેઝમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર સહિત 6 મહાનગરપાલિકામાં સેવા અમલમાં મૂકાઈ છે. ત્યારે હાલ પૂરતો જો 101 પર કોલ કરશો તો કોલ ટ્રાન્સફર થઈને 112ના કંટ્રોલ રૂમમાં કનેક્ટ થશે. આ નવી સિસ્ટમથી ઈમરજન્સી રિસ્પોન્સ ઝડપી બનશે.