Breaking news: ગુજરાતનું દેવું વધ્યું! Rs 3.80 લાખ કરોડ પાર, CAG રિપોર્ટમાં ખુલાસો

| Edited By: | Updated on: Mar 25, 2026 | 2:22 PM

ગુજરાત પર દેવું વધ્યું છે. રાજ્ય સરકારની બજાર લોનનો હિસ્સો સૌથી વધુ છે. હાલ બજાર લોન ₹3.11 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં આ વર્ષે જ ₹16 હજાર કરોડનો વધારો થયો છે. આ દર્શાવે છે કે સરકાર વિકાસ અને ખર્ચ માટે મોટા પ્રમાણમાં ઉધાર પર નિર્ભર બની રહી છે.

ગુજરાત રાજ્યની આર્થિક સ્થિતિને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વિધાનસભામાં રજૂ થયેલા Comptroller and Auditor General of India (CAG)ના અહેવાલ મુજબ રાજ્ય પર કુલ દેવું ₹3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દેવામાં લગભગ ₹22 હજાર કરોડનો વધારો નોંધાયો છે, જે ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે રાજ્ય સરકારની બજાર લોનનો હિસ્સો સૌથી વધુ છે. હાલ બજાર લોન ₹3.11 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં આ વર્ષે જ ₹16 હજાર કરોડનો વધારો થયો છે. આ દર્શાવે છે કે સરકાર વિકાસ અને ખર્ચ માટે મોટા પ્રમાણમાં ઉધાર પર નિર્ભર બની રહી છે.

વ્યાજ અને લોનની ચુકવણીનો ભાર વધુ વધી શકે છે

નાણાકીય નિષ્ણાતો અનુસાર, વધતું દેવું ભવિષ્યમાં રાજ્યના વિકાસકાર્યો અને નાણાકીય સંતુલન પર અસર કરી શકે છે. જો આવકના સ્ત્રોતોમાં વધારો નહીં થાય, તો વ્યાજ અને લોનની ચુકવણીનો ભાર વધુ વધી શકે છે. આ પરિસ્થિતિમાં સરકાર માટે આવક વધારવા અને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી બન્યું છે. જેથી રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત બની રહે.

પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેરીજનોની ગેરસમજ કરી દૂર, કહ્યુ ઈંધણની કોઈ અછત નથી, પેનિક ન કરો- Video

Follow Us