ગીર સોમનાથના ઝુડવડલી ગામે વરસાદ વચ્ચે સિંહ પરિવાર વાડીના મકાનની અગાશી પર આવી પહોંચતા ગ્રામજનોમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. એક સિંહ, ત્રણ સિંહણ અને બે સિંહબાળ સહિત કુલ છ સિંહો મકાનની અગાશી પર કલાકો સુધી જોવા મળ્યા હતા.
વરસાદ વચ્ચે અગાશી પર સિંહ પરિવાર
વરસાદ વરસી રહ્યો હતો તે દરમિયાન સિંહ પરિવાર મકાનની અગાશી પર બેસી રહ્યો હતો. સિંહો જાણે વરસાદથી બચવા માટે અગાશી પર આશરો લીધો હોય તેવા અદ્ભુત દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાને ખેતર માલિકે પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી હતી.
સિંહોના કાયમી વસવાટથી ગ્રામજનોમાં ફફડાટ
ઝુડવડલી ગામ અને આસપાસના વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ હોવાથી ગ્રામજનોને અવારનવાર સિંહોના દર્શન થતા રહે છે. જોકે, સિંહ પરિવાર સીધો ઘરઆંગણે અને મકાનની અગાશી પર આવી પહોંચતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાના વીડિયો સામે આવતા સિંહોની હાજરી ફરી ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો- Breaking News : ગુજરાતની 10 આદિવાસી ગ્રામ પંચાયતમાં શરૂ થશે નારી અદાલત, મહિલા સરપંચોના નેતૃત્વમાં મળશે ઝડપી ન્યાય ?