Gandhinagr Breaking: One Data, One Platform’ લાગુ કરો, શિક્ષકો પર ડેટા એન્ટ્રીનું ભારણ વધતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને, ક્લાર્કની ભરતી કરવા માંગ

Gandhinagr Breaking: One Data, One Platform’ લાગુ કરો, શિક્ષકો પર ડેટા એન્ટ્રીનું ભારણ વધતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને, ક્લાર્કની ભરતી કરવા માંગ

| Edited By: | Updated on: Sep 19, 2026 | 7:19 PM

રાજ્યમાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની ડેટા એન્ટ્રી અને વિવિધ સ્પર્ધાઓની નોંધણી કરાવવા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મોડી રાત્રે માહિતી માંગવાની પ્રથા બંધ કરવા અને કાયમી ક્લાર્ક ભરવા સહિતની માંગણીઓ સાથે આંદોલનની ચીમકી આપી છે.

ગુજરાતમાં સરકારી શાળાઓના શિક્ષકો પર વધતા જતા બિન-શૈક્ષણિક કામકાજ અને ડેટા એન્ટ્રીના ભારણ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને કડક વિરોધ નોંધાવ્યો છે.

મહાસંઘના જણાવ્યા અનુસાર, વારંવાર અલગ-અલગ પોર્ટલ પર એક જ વિગતો ભરવાથી શિક્ષકોનો કિંમતી સમય વેડફાય છે, જેના લીધે શિક્ષણ કાર્ય અધૂરું રહી જાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તેવું ‘One Data, One Platform’ અમલમાં મૂકવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત શાળાઓમાં ખાલી પડેલી ક્લાર્ક અને સહાયકોની જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવી તેમજ મોડી રાત્રે ઓનલાઇન માહિતી માંગવાની પ્રથા સદંતર બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે.

શૈક્ષિક મહાસંઘના ગુજરાત અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે ક્વિઝ, સ્પર્ધા કે ખેલ મહાકુંભ માટેની નોંધણીની જવાબદારી શિક્ષકો પર થોપવામાં ન આવે, જેથી તેઓ વિદ્યાર્થીઓના શિક્ષણ અને માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરની પ્રદેશ કારોબારી બેઠકમાં લડતની નવી રણનીતિ ઘડવામાં આવશે.

Ahmedabad Breaking: માત્ર તપાસ કમિટી રચી કેમ રફેદફે કરવાનો પ્રયાસ? નીરજા ગુપ્તા સામે FIR અને નુકસાનની ભરપાઈ કરવા NSUI-કોંગ્રેસની ઉગ્ર માંગ- જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.