Breaking News : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસે વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 25, 2026 | 11:50 AM

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે.44 પૈકી 19 ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસે જાહેર કરી છે.મનપાની ચૂંટણીમાં આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને જામ્યો માહોલ છે. ત્યારે 26 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.શરૂઆત બે દિવસ એકપણ ફોર્મ ભરાયું ન હતુ. હવે કોંગ્રેસે પ્રથમ યાદીની જાહેરાત કરી દીધી છે. GMC ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરી છે. વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10 માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે. 44 પૈકી 19 ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસે જાહેર કરી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

કુલ 9 બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને છાયા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, પાદરા તાલુકા પંચાયત, સત્તલાસણા તાલુકા પંચાયત અને હારીજ તાલુકા પંચાયતની એક-એક બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. આમ કુલ 9 બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થોડા દિવસો પહેલા જ થયો છે.

13 ઓક્ટોબરે મતગણતરી

ચૂંટણી કાર્યક્રમ અનુસાર 15 સપ્ટેમ્બર 2026ના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે 21 સપ્ટેમ્બરે ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ થઈ હતી. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 26 સપ્ટેમ્બરે કરવામાં આવશે અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 28 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.ત્યારબાદ 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જરૂરિયાત જણાય તો 12 ઓક્ટોબરે પુનઃમતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 15 ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

 

Breaking News : હવે આગની ઘટના વખતે 101 નહીં, 112 નંબર ડાયલ કરવાનો રહેશે, જાણો કારણ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.