Breaking News : ગોધરામાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, જુઓ Video
શિયાળાની શરુઆત થયાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે પંચમહાલના ગોધરામાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં 4 લોકો બળીને ખાખ થઈ ગયા છે.
શિયાળાની શરુઆત થયાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે પંચમહાલના ગોધરામાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં 4 લોકો બળીને ખાખ થઈ ગયા છે. આગના બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત થયા છે.
માતા-પિતા અને બે પુત્રના આગના બનાવમાં મોત નિપજ્યાં છે. પરિવારમાં બંનેમાંથી આજે એક પુત્રની સગાઈ હતી. ગોધરાની વૃંદાવન નગર-2 સોસાયટીમાં આ દુર્ઘટના બનતા સ્થાનિકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
પ્રાપ્તથતી વિગતો અનુસાર સોફામાં આગ લાગવાના કારણે રુમમાં ધુમાડો ભરાયો હતો. જેના કારણે ગુંગળામણથી ચારેય લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
આગની આ ઘટનામાં જ્વેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા કમલ દોશીનો પરિવાર હોવાનું સામે આવ્યું છે. જેમાં કમલ દોશી તેમના પત્ની દેવલ દોશી અને તેમના બંને પુત્ર દેવ અને રાજ દોશીએ જીવ ગુમાવ્યા. ઉલ્લેખનીય છે કે, પુત્ર દેવ દોશીની સગાઈ માટે પરિવાર આજે વાપી જવાનો હતો. પરંતુ આ દુ:ખદ ઘટનામાં પરિવારે જીવ ગુમાવ્યો છે.