Breaking News : ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું વિવાદિત નિવેદન, મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી, જુઓ Video

Breaking News : ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું વિવાદિત નિવેદન, મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી, જુઓ Video

| Edited By: | Updated on: Mar 30, 2025 | 12:38 PM

મહેસાણામાં સિંધી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ નાયબ CM નીતિન પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમ અત્યાચાર પર પૂર્વ નાયબ CM નીતિન પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે.

મહેસાણામાં સિંધી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ નાયબ CM નીતિન પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર પર પૂર્વ નાયબ CM નીતિન પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપતા કહ્યું હતું કે પાકિસ્તાનમાં અત્યાચાર અને મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી. તેમણે આપણા અનેક મંદિરો તોડી મસ્જિદો બનાવી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ધીમે ધીમે બધુ પાછુ લાવી રહ્યાં છે. આપણે સહકાર આપવાનો, માત્ર જોઈ નહીં રહેવાનું જરુર પડે ત્યારે મદદ કરવા માટે પણ જણાવ્યું છે.

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત પાછું ધૂણે છે – પૂર્વ નાયબ CM નીતિન પટેલે

નીતિન પટેલ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું કે ઔરંગઝેબનું ભૂત પાછુ ધૂણે છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કાંઈક ઉપાય કરશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉપાય કરશે. જે લોકોએ આપણા પર અત્યાચાર કર્યો, બેન દીકરીઓની આબરૂ લૂંટી, દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરી ફરજિયાત લગ્ન કર્યા , તે કલંકરૂપ ભૂતકાળ ભૂલીને એમાં તકલીફ પડી હોય એને મદદરૂપ થવાનું છે.

સિંધી સમાજના ચેટી ચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું નિવેદન આપતા વધુમાં જણાવ્યું કે સિંધીઓ ગરીબ હશે પણ કદી ભીખ નથી માંગી. ગુજરાત કે ભારતમાં સિંધીઓ કદી ભીખ માંગતા મેં નથી જોયા. અડવાણીજી પાકિસ્તાનમાંથી સિંધીઓની જેમ ભારતમાં આવેલા છે. ભારતમાં આવીને રાજકીય સામાજિક સેવાકીય ક્ષેત્રે કામ કર્યું છે. લાલકૃષ્ણ અડવાણી જી પણ સિંધી સમાજ અને ભારતનું ગૌરવ છે.

( વીથઈન પુટ – મનિશ મિસ્ત્રી, મહેસાણા ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો