Virji Thummar Passes Away : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન

Virji Thummar Passes Away : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન

| Updated on: Oct 07, 2026 | 2:25 PM

વિરજી ઠુમ્મરના નિધનની માહિતી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવી છે. ટૂંકી બીમારી બાદ તેમનું અમરેલી ખાતે અવસાન થયું હોવાનું જણાવાયું છે. વિરજી ઠુમ્મરની સ્મશાનયાત્રા આજે સાંજે 5:00 વાગ્યે અમરેલી ખાતેથી નીકળશે. તેમના નિધનથી કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને સમર્થકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Amreli news : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે.

વિરજી ઠુમ્મર અમરેલી લોકસભા બેઠક પરથી વર્ષ 2004થી 2009 દરમિયાન સાંસદ રહ્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં તેમણે અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ તેમણે 2,20,649 મત મેળવીને ભાજપના દીલીપ સંઘાણીને 2,030 મતથી હરાવ્યા હતા.

ત્યારબાદ વિરજી ઠુમ્મરે વિધાનસભાની રાજનીતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 2017થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય રહ્યા હતા. આમ, લોકસભા અને વિધાનસભા બંને સ્તરે તેમણે અમરેલી વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વિરજી ઠુમ્મરનો સહકારી ક્ષેત્ર સાથે પણ લાંબો નાતો રહ્યો હતો. તેમણે વિવિધ સહકારી સંસ્થાઓમાં સેવા આપી હતી. કોંગ્રેસના રાજકારણમાં તેઓ આક્રમક અને સ્પષ્ટવક્તા નેતા તરીકે જાણીતા હતા અને અમરેલી-સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રે તેમની આગવી ઓળખ હતી.

વિરજી ઠુમ્મરના નિધનની માહિતી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવી છે. ટૂંકી બીમારી બાદ તેમનું અમરેલી ખાતે અવસાન થયું હોવાનું જણાવાયું છે. વિરજી ઠુમ્મરની સ્મશાનયાત્રા આજે સાંજે 5:00 વાગ્યે અમરેલી ખાતેથી નીકળશે. તેમના નિધનથી કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને સમર્થકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Breaking News : કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ, ટૂંક સમયમાં વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો શરૂ થશે

Published on: Oct 07, 2026 02:20 PM
Follow Us
Loading...
Unable to load recommendations.