Breaking News : રાજકોટની 399 શાળા-કોલેજ પર ફાયર વિભાગનો સકંજો! 8 ટીમો મેદાનમાં,જુઓ Video

Breaking News : રાજકોટની 399 શાળા-કોલેજ પર ફાયર વિભાગનો સકંજો! 8 ટીમો મેદાનમાં,જુઓ Video

| Edited By: | Updated on: Nov 26, 2026 | 3:03 PM

રાજકોટમાં ફરી ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેમઝોન અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટના ન બને તે માટે ફાયર વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબતએ છે કે આજથી ગુજરાતભરમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દિવાળી વેકેશન પુરુ થયું છે. ત્યારે વિદ્યાર્થીઓની સેફ્ટીનું ધ્યાન રાખીને શાળાઓમાં ફાયર NOCને લઇને ફાયર વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાયર વિભાગની 8 ટીમ દ્વારા હાથ ધરાઈ તપાસ

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 8 અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં જો કે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આજથી બાળકોનું શૈક્ષણિક કાર્ય શરુ થવાનું છે છતા 399 જેટલી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટી યોગ્ય ન હોવાથી તેમને નોટિસ આપવામાં આવી છે. આ સંસ્થાઓમાં આગ બુઝાવવાના સાધનો ઉપલબ્ધ છે કે નહીં, તે યોગ્ય સ્થિતિમાં છે કે નહીં અને ફાયર સેફ્ટીના જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

399 શૈક્ષણિક સંસ્થાને અપાઈ નોટિસ

બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા શાળામાં ફાયરના સાધનો ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.પરંતુ અહીં સવાલ એ થાય છે કે રાજકોટ શહેરમાં જ બે વર્ષ પહેલા જ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયો છે, જેમાં અનેક માસૂમ લોકોના મોત નીપજ્યા છે છતા પણ શાળાઓ દ્વારા આવા પ્રકારની બેદરકારી કેમ ?

આ પણ વાંચો : અમદાવાદમના પકવાન જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમની નવી વ્યવસ્થા, થશે ઈંધણની બચત! જાણો શું છે આ સિસ્ટમ? જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Nov 26, 2026 03:03 PM
Follow Us
Loading...
Unable to load recommendations.