Breaking News : અમરેલીમાં કૃષિ વિભાગના તાલીમ કાર્યક્રમમાં હોબાળો! ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આરોપ

Breaking News : અમરેલીમાં કૃષિ વિભાગના તાલીમ કાર્યક્રમમાં હોબાળો! ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આરોપ

| Edited By: | Updated on: Nov 29, 2026 | 12:48 PM

ખેડૂતોનો આરોપ છે કે ભોજનમાં જીવાત નીકળી હતી. એટલું જ નહીં, પીરસવામાં આવેલા લાડુ, રોટલી અને ભજીયા સહિતની ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા પણ નબળી હતી. આ મામલે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો

અમરેલી જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમ દરમિયાન ભોજનની ગુણવત્તાને લઈને ભારે હોબાળો થયો હતો. ખેડૂતોને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળતા 200થી વધુ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોએ ભોજનની વ્યવસ્થા કરનાર કેટરર્સ એજન્સી સામે વિરોધ નોંધાવ્યો હતો.

તાલીમ કાર્યક્રમ દરમિયાન ભોજનમાં નીકળી જીવાત

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લામાં કપાસના વાવેતરમાં વધારો થાય તે હેતુથી તાલીમ કેન્દ્ર ખાતે ‘કપાસ ક્રાંતિ’ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. જોકે, તાલીમ દરમિયાન ખેડૂતોને પીરસવામાં આવેલા ભોજનને લઈને વિવાદ સર્જાયો હતો.

ખેડૂતોએ હોબાળો મચાવ્યો

ખેડૂતોનો આરોપ છે કે ભોજનમાં જીવાત નીકળી હતી. એટલું જ નહીં, પીરસવામાં આવેલા લાડુ, રોટલી અને ભજીયા સહિતની ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા પણ નબળી હતી. આ મામલે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભોજનની વ્યવસ્થા સંભાળતી ગાયત્રી કેટરર્સ એજન્સી સામે વિરોધ નોંધાવ્યો હતો.

ભોજનના જથ્થાનો નાશ કરાયો

બીજી તરફ, હોબાળાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ભોજનમાં જીવાત નીકળ્યાની ફરિયાદ બાદ તાત્કાલિક ભોજનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેડૂતો માટે બહારથી ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

જોકે, ભોજનની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો થયા હોવા છતાં ભોજન બનાવનાર કેટરર્સ એજન્સી સામે કોઈ કાર્યવાહી ન થતાં સવાલો ઊભા થયા છે. ખેડૂતોના સ્વાસ્થ્ય અને ભોજનની ગુણવત્તા અંગે જવાબદારી કોની તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.

Breaking News : બનાસકાંઠામાં ભાગવાનો પ્રયાસ કરતા NDPSના આરોપી પર PIએ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

Published on: Nov 29, 2026 12:48 PM
Follow Us
Loading...
Unable to load recommendations.