AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશેઃ દિનેશ બાંભણિયા

| Updated on: Oct 16, 2026 | 6:12 PM
Share

દિનેશ બાંભણિયાના આ નિવેદનથી અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ પાછળના હેતુને લઈને ચર્ચા શરૂ થઈ છે. તેમણે ખોડલધામના નિર્માણ સમયથી અત્યાર સુધીના વિરોધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ખોડલધામ બન્યું ત્યારથી તેને પાડવા માટે અનેક ષડયંત્રો થયાં છે અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે.

સુરતમાં શ્રી અન્નપૂર્ણા ખોડલધામ બનાવવાની જાહેરાતને લઈને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અન્નપૂર્ણા ખોડલધામનું નિર્માણ કરનારા લોકો રાજકીય વ્યક્તિઓ છે. જો તેમનો ઇરાદો સામાજિક હશે તો સમાજ તેને સ્વીકારશે, પરંતુ જો ઇરાદો રાજકીય હશે તો સમાજ તેના અંગે વિચારશે.

દિનેશ બાંભણિયાના આ નિવેદનથી અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ પાછળના હેતુને લઈને ચર્ચા શરૂ થઈ છે. તેમણે ખોડલધામના નિર્માણ સમયથી અત્યાર સુધીના વિરોધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ખોડલધામ બન્યું ત્યારથી તેને પાડવા માટે અનેક ષડયંત્રો થયાં છે અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે લોકશાહીમાં કોઈપણ સંસ્થામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકારણ પ્રવેશી જતું હોય છે. આવી સ્થિતિમાં અન્નપૂર્ણા ખોડલધામ સાથે સંકળાયેલા લોકોનો હેતુ સામાજિક છે કે રાજકીય, તે બાબત મહત્વની બની રહે છે.

નરેશ પટેલે અન્નપૂર્ણા ખોડલધામને શુભેચ્છા આપી

અન્નપૂર્ણા ખોડલધામ અંગે નિવેદન આપતાં દિનેશ બાંભણિયાએ એ પણ જણાવ્યું કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે અન્નપૂર્ણા ખોડલધામને શુભેચ્છાઓ પાઠવી છે. સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણની જાહેરાત બાદ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનું નિવેદન મહત્વનું માનવામાં આવે છે. તેમણે એક તરફ સામાજિક હેતુને આવકારવાની વાત કરી છે, તો બીજી તરફ રાજકીય હેતુ હોય તો સમાજ તેના અંગે વિચારશે તેવો મત વ્યક્ત કર્યો છે.

Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો સૌથી મોટો હોલ્ડિંગ એરિયા ખુલ્લો મુકાયો

Published on: Oct 16, 2026 06:11 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">