Breaking News : ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર, જુઓ Video

| Edited By: | Updated on: Apr 02, 2026 | 2:20 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમયમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભર ઊનાળે વરસાદ વરસતા ખેડૂતો પોતાની પાકને લઇને ચિંતામાં મુકાયા છે. 

શહેર વિસ્તાર ઉપરાંત સલાયા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. પવનની ગતિ વધુ હોવાથી અનેક જગ્યાએ ધૂળના વંટોળ ઉડ્યા હતા અને પછી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થઇ ગયુ હતુ. વરસાદના કારણે ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પાણીથી ભીંજાઈ ગયા હતા. કેટલીક નીચાણવાળી જગ્યાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. અચાનક પડેલા આ કમોસમી વરસાદથી લોકો રોજિંદા કાર્યોમાં અડચણ અનુભવી રહ્યા હતા.

ખેડૂતો માટે આ વાતાવરણનો પલટો ચિંતાજનક સાબિત થયો છે. તેજ પવન અને વરસાદના કારણે ખેતરોમાં તૈયાર ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિયાળુ પાકને આ પરિસ્થિતિથી અસર થવાની શક્યતા છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો આવું જ વાતાવરણ આગળ પણ રહે તો ખેતી અને જનજીવન બંને પર તેની અસર વધુ ઊંડી પડી શકે છે.

આ પણ વાંચો- Breaking News : ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરુ, ઉમેદવારી નોંધાવવા સોશિયલ મીડિયાના ફોલોવર્સની સંખ્યા દર્શાવવી પડશે

Follow Us