Breaking News : PM મોદીની અપીલ બાદ, CM ભૂપેન્દ્ર પટેલે કાફલા વગર પ્રવાસ કર્યો, તો DYCM સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ગુજરાત અને આસામ પ્રવાસ દરમિયાન ઓછી ગાડી સાથએ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે પણ અપીલ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.

| Edited By: | Updated on: May 13, 2026 | 2:02 PM

મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા લોકોને પેટ્રોલ અને ડિઝલ,ગેસ તેમજ સોનો ખરીદવા જેવી અનેક વસ્તુઓ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી હતી. ત્યારબાદ આ નિર્ણયને કેટલાક સરકારે અમલ કરવાનું શરુ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના સરકારી કાફલાની ગાડીઓને ઓછી કરી છે. આસિવાય ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં પણ અપીલ અમલ કરતા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. તેમજ આ સિસ્ટમ અન્ય ઘણા રાજ્યોમાં પણ લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે.

સીએમ કાફલા વગર પ્રવાસ કર્યો

પેટ્રોલ ડીઝલ બચાવવા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પહેલ સામે આવી છે.પીએમની અપીલ બાદ મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમની સૌથી પહેલા પહેલ કરી છે.મુખ્યપ્રધાન કાફલા વગર રાજુલા હોસ્પિટલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.માત્ર 2 કાર સાથે સીએમ હોસ્પિટલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.કાફલાના 10થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો છે. મે મહિનાના અંતમાં અમેરિકામાં ગુજરાતી કન્વેશનમાં હર્ષ સંધવી હાજરી આપવાના હતા.PM મોદીની અપીલ બાદ કેન્દ્રીય પ્રધાન પાટીલનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સી.આર.પાટીલે પોતાની કારનાં કાફલામાં ઘટાડો કર્યો છે.પાયલોટિંગ અને એસ્કોર્ટ માટેની ગાડી ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યપાલે હવાઈ મુસાફરીનો ત્યાગ કર્યો છે.

 

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published On - 10:53 am, Wed, 13 May 26

Follow Us