Breaking News: Ahmedabad: ઠક્કરબાપા નગરમાં બ્રિજ પાસે કાપેલી હાલતમાં મળ્યા મૃત ગાયના અવશેષો – Video

| Edited By: | Updated on: Jun 08, 2025 | 6:55 PM

અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં આવેલા બ્રિજ પાસે કાપેલી હાલતમાં ગાય મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગઈ છે. ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં આવેલા બ્રિજ પાસે કાપેલી હાલતમાં ગાય મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગઈ છે. ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

રોડ પર ખુલ્લામાં પડેલી મૃત ગાયના અવશેષો ન માત્ર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડે છે પરંતુ કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ ગંભીર સવાલ ઉભા કરે છે. ઘટનાની જાણ થતાં જ બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

કાર્યકરો દ્વારા આરોપીઓને પકડવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થિતિને નિયંત્રણમાં લાવી લીધી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી રહી છે.

Input Credit: Mihir Soni- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો