Breaking News : અમદાવાદ મહાનગરપાલિકા વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 01, 2026 | 12:55 PM

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 192માંથી 160 બેઠકો જીતી ફરી સત્તા હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને 32 બેઠકો મળી છે. આ પરિણામ સાથે હવે મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવશે અને વિપક્ષના નેતાને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 192માંથી 160 બેઠકો જીતી છે,અમદાવાદ મહાનગરપાલિકા વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ બની છે. વિપક્ષના નેતા પદ માટે હાલ સૌથી પ્રબળ દાવેદાર નીરવ બક્ષી માનવામાં આવે છે. કારણ કે કોંગ્રેસ દ્વારા પાછલી ટર્મમાં ચાર વર્ષથી લઘુમતી સમાજમાંથી શહેઝાદ ખાન પઠાણને વિપક્ષ નેતા તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

હવે ફરીથી લઘુમતી સમાજમાં કોઈને વિપક્ષ ના નેતા તરીકે સ્થાન આપવામાં આવે તેવી શક્યતા ખૂબ જ નહિવત છે. તેમ છતાં જો પાર્ટીમાં કોઈ અલગ સમીકરણ નક્કી કરવામાં આવે અને શહેઝાદને વિપક્ષ નેતા તરીકે રીપીટ કરવાનું નક્કી કરાય તો નવાઈ નહીં.

કોંગ્રેસ પાસે અન્ય કોઈ સિનિયર નેતા છે જ નહીં

ગત ટર્મમાં આ જવાબદારી સંભાળનારા શહેજાદખાન પઠાણ અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષી. નીરવ બક્ષી ગત ટર્મમાં ઉપનેતા તરીકે કાર્યરત રહ્યા હતા, જેના કારણે તેમને આ વખતે નેતા તરીકે પ્રમોશન મળવાની શક્યતા માનવામાં આવી રહી છે.બીજી તરફ, શહેજાદખાન પઠાણે ગત ચાર વર્ષ દરમિયાન વિપક્ષના નેતા તરીકે મજબૂત અને સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર સત્તાધારી પક્ષ ભાજપ સામે અવાજ ઉઠાવ્યો હતો અને પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી રજૂઆત કરી હતી. અન્ય કોઈ સિનિયર નેતા ન હોવાના કારણે ના છૂટકે અન્ય કોઈ ચહેરો ન મળે તો શહેઝાદ ખાન પઠાણને પણ ફરીથી રીપીટ કરવામાં આવે તેવી પણ શક્યતા છે

કોંગ્રેસમાં સિનિયરિટી મુજબ દાણીલીમડા વોર્ડના શહેજાદખાન પઠાણ અને મકતમપુરા વોર્ડના હાજી મિર્ઝા બે નું નામ પણ ચર્ચામાં છે. ઉપનેતા પદ માટે જયમન શર્મા અથવા હાજી મિર્ઝા બેગના નામ આગળ આવી રહ્યા છે, જ્યારે દંડક તરીકે મુસ્તાક ખાદીવાલા અથવા ધ્રુવ કલાપીની નિમણૂક થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં વિપક્ષના નેતા નિમણૂક મુદ્દે કોંગ્રેસમાં આંતરિક મતભેદ જોવા મળ્યા હતા અને લગભગ એક વર્ષ સુધી આ પદ ખાલી રહ્યું હતું. ત્યારબાદ શહેજાદખાન પઠાણને જવાબદારી સોંપવામાં આવી હતી.

હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે વિપક્ષના નેતાની પસંદગી પાર્ટીની આગામી રાજકીય રણનીતિને અસર કરી શકે છે. હવે જોવાનું રહ્યું કે પાર્ટી અનુભવને પ્રાથમિકતા આપે છે કે નવા ચહેરાને તક આપે છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.