Breaking News : કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી કર્યો આપઘાત, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પહેલા પોતાની પત્નીને ગોળી મારી, ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું. શક્તિસિંહ ગોહિલના આ ભત્રીજાનું નામ યશરાજ છે, જે ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં ક્લાસ-ટુ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
અમદાવાદ શહેરના જજીસ બંગલો વિસ્તારમાં એક ભયાનક ખૂની બનાવ સર્જાયો છે. માહિતી મળી છે કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પહેલા પોતાની પત્નીને ગોળી મારી, ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું. શક્તિસિંહ ગોહિલના આ ભત્રીજાનું નામ યશરાજ છે, જે ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં ક્લાસ-ટુ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
પત્નીને ગોળી મારી 108ને કોલ કર્યો
સ્થાનિક પોલીસ અનુસાર, દુર્ઘટના બોડકદેવના NRI ટાવરમાં સર્જાઈ હતી. પતિ-પત્ની વચ્ચે વ્યક્તિગત ઝઘડા લાંબા સમયથી ચાલતા હતી. યશરાજે આ બધી વારંવારની ઘટનાઓ બાદ આ પગલુ ઉઠાવ્યુ. યશરાજે પહેલાં પોતાની પત્નીને ગોળી મારી, ત્યારબાદ 108ને જાણ કરી હતી. જ્યારે 108ના સ્ટાફ ઘરની બહાર પહોંચ્યા, ત્યારે યશરાજે પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો.
લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, યશરાજ અને તેની પત્નીના લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા. આ કારણે સ્થાનિક સમાજ અને સંબંધીઓ વચ્ચે આ ઘટનાએ ભારે શોક મચાવી દીધો છે. વસ્ત્રાપુર પોલીસે ઘટનાની સ્થળ પર પહોંચી સબૂત એકત્ર કર્યા અને વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં પોલીસ દ્વારા આ બનાવની સમગ્ર વિગતો શોધવાની કામગીરી ચાલી રહી છે. પોલીસએ કહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને પરિવારમાં અંદરનો તણાવ આ દુઃખદ ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે. સાથોસાથ પોલીસ આ ઘટનાને લઇને મકાનના CCTV ફૂટેજ અને પાડોશીઓના નિવેદનો એકત્ર કરી રહ્યા છે, જેથી સચોટ કારણોની સમજૂતી મળી શકે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો