Breaking News : ચૂંટણી પરિણામો બાદ તાલાલામાં રસાકસી, કોંગ્રેસ ઉમેદવારોને લાખોની ઑફર !
ગીર સોમનાથ: તાલાલામાં રસાકસી વચ્ચે કોંગ્રેસ ઉમેદવારોને લાખોની ઑફરો મળી રહી છે.ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસેના ઉમેદવાર હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.
તલાલા રસાકસી વચ્ચે ઉમેદવારોને લાખોની ઓફર મળી રહી છે.કોંગ્રેસેના ઉમેદવાર હુકમના એક્કો સાબિત થશે.કોંગ્રેસના સેમરવવા બેઠકનાં હિતેષ વાજાના ભાઈ અને પ્રતિનિધિ રોહિત વાજા ને ઓફરો આપવામાં આવી રહી છે.તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપ 9 આપ 7 કોંગ્રેસ 2 બેઠકો જીતી છે.રોહિત વાજા દ્વારા ઘૂસ્યા જિલ્લા પંચાયતની ટિકિટ માંગવામાં આવી હતી પરંતુ તેનું રાજકીય એન્કાઉન્ટર કરવાના ભાગ રૂપે ભાજપ પ્રેરિત અને સૌથી અઘરી ગણાતી બેઠક સેમરવવામાં ચૂંટણી લડવા મોકલવામાં આવ્યા હતા.
ઉમેદવારો હુકમ નો એક્કો
જિલ્લા પંચાયત ની ટિકિટ ન આપી કોંગ્રેસે સેમેરવવા તાલુકા પંચાયત ની ટિકિટ આપી હતી અને જીત્યા અને હવે હુકમ નો એક્કો સાબિત થશેહાલ કોંગ્રેસના બન્ને ઉમેદવારો ચર્ચા માં છે કારણ કે આ બન્ને ઉમેદવારો હુકમનો એક્કો સાબિત થઈ રહ્યા છે.ભાજપ ખેલ પાડી દેશે તેવી કોંગ્રેસને દહેશત છે. સુત્રોના જણાવ્યા મુજબકોંગ્રેસના બે ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.AAPના 7 ઉમેદવારને પણ અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.
કોંગ્રેસના કોઈ સભ્ય વેચાઉ નથી- રોહિત વાજા
આપને જણાવી દઈએ કે રોહિત વાજા દ્વારા ઘૂસ્યા જિલ્લા પંચાયતની ટિકિટ માંગવામાં આવી હતી. પરંતુ, તેમને ભાજપ પ્રેરિત અને સૌથી અઘરી ગણાતી બેઠક તાલુકા પંચાયતની સેમરવવામાં ચૂંટણી લડવા મોકલાયા હતા. અને તેમણે જીત મેળવી. રોહિત વાજાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ તોડજોડ કરતી પાર્ટી છે. ભાજપ લોભામણી સ્કિમ પણ આપે છે અને બીજું પણ આવે છે. પરંતુ, કોંગ્રેસના કોઈ સભ્ય વેચાઉ નથી.