Breaking News : 2030ની પૂર્વ તૈયારી, કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી હતી.CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા બેઠક યોજાઈ હતી.CWG પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને ગ્લાસગો ગેમ્સ જોવા આમંત્રણ પાઠવ્યું છે.IOA (ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન)ના પદાધિકારીઓ પણ મુલાકાતમાં જોડાયા હતા.
કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની પ્રથમ ગુજરાત મુલાકાત હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રેસિડેન્ટ ગ્લાસગોમાં 23 જુલાઈ, 2026થી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ માટે મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવ્યું હતુ.
ભારત અને ગુજરાત સાથે ઉત્સાહપૂર્ણ સહયોગથી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ-2030ને જ્વલંત સફળતાની અપેક્ષા વ્યક્ત કરતા કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટિમ પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.ગુજરાતની મુલાકાત દરમિયાન ટીમ અમદાવાદ-ગાંધીનગર-વડોદરા અને એકતાનગરમાં યોજાનારી CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશે.
અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે
ગુજરાત અને અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે.કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.
યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ
કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે, ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં યુત ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો.
ગ્લાસગો કોમનવેલ્થમાં જવા આમંત્રણ
કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું,મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી આપી હતી.ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે. તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
કોમનવેલ્થ ગેમ્સ દર ચાર વર્ષે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ છે અને તેમાં કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ભાગ લે છે. અહી ક્લિક કરો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
