Breaking News : મોરબીમાં વિકાસનો મહાપર્વ ! CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ₹1,042 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

| Edited By: | Updated on: Jan 25, 2026 | 10:40 AM

Breaking News: મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ સ્વચ્છતાને લઈને મુખ્યપ્રધાને કડક ટકોર પણ કરી હતી. CM ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હવે મોરબી કોર્પોરેશન બની ગયું છે, તો સ્વચ્છતામાં કોઈ પણ પ્રકારની કચાસ ચાલશે નહીં.”

મોરબી શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે મોરબી ખાતે કુલ ₹1 હજાર 42 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રામકો ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનતા, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોરબીના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી. પોતાના સંબોધનમાં CMએ જણાવ્યું કે, “મોરબીના લોકો વિકાસ માટે જેટલા તત્પર છે, તે જોઈને અમને પણ થાય છે કે અહીં વધુ ને વધુ વિકાસકાર્યો આપીએ.” તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર મોરબીના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ સ્વચ્છતાને લઈને મુખ્યપ્રધાને કડક ટકોર પણ કરી હતી. CM ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હવે મોરબી કોર્પોરેશન બની ગયું છે, તો સ્વચ્છતામાં કોઈ પણ પ્રકારની કચાસ ચાલશે નહીં.” સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે જો સ્વચ્છતા કે અન્ય વિકાસકાર્યો માટે સાધનો કે ગ્રાન્ટની અછત હોય, તો માત્ર જાણ કરવા માટે કહ્યું.

મોરબીના વિકાસકાર્યોને વધુ વેગ મળશે

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, “જો કોઈ સાધનો કે ગ્રાન્ટ ન હોય તો અમને કહેજો, એક જ દિવસમાં ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવશે.” તેમના આ નિવેદનથી મોરબીના વિકાસકાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ મોરબીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.