Breaking News : રાજકોટમાં જાહેરમાં કચરો નાખનાર અને થૂંકનારના ફોટા જાહેર કરાશે, જુઓ Video
જો તમે પણ પાન -મસાલા ખાય રહ્યા છો. તો આ સમાચાર ખાસ વાંચી લેજો કારણ કે, રાજકોટ (Rajkot)મનપા મોટો દંડ ફટકારવાની તૈયારીમાં છે.એક સપ્તાહથી રાજકોટમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.રાજકોટ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે મનપા કડક કાર્યવાહી કરશે.
આજકાલ પાન-મસાલાનું સેવન એટલું વધી ગયું છે કે, એક બાજુ લોકોને અવનવી બીમરીઓ થઈ રહી છે. તો બીજી બાજુ પાન મસાલાના ખાનારા જાહેર રસ્તાઓ, મોલ, હોસ્પિટલ પર પાનમસાલાની પિચકારીઓ મારી રહ્યા છે. તો હવે આને લઈ રાજકોટ મહાનગર પાલિકા મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છો. જો તમને પણ પાનમસાલા ખાવાની ટેવ છે. તો ચોંકી જશો કારણ કે, જ્યાં ત્યાં પિચકારી મારવી હવે મોંઘી પડશે. ટુંકમાં પાન મસાલા કરતા દંડના પૈસા વધુ આપવાના રહેશે.
સ્ક્રિન પર ફોટો લગાડવામાં આવશે
રાજકોટ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે મનપા કડક કાર્યવાહી કરશે. જાહેરમાં કચરો નાખનાર અને થૂંકનારના ફોટા જાહેર કરાશે.ન્યૂસન્સ પોઈન્ટ પર CCTV કેમેરા લગાવાશે. CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે.મનપા કચેરીમાંથી ફોટા મેળવી જાહેર સ્થળોએ ડિસ્પ્લે કરાશે. મનપાના સોશિયલ મીડિયા પર પણ ફોટા મૂકવામાં આવશે. મનપાનાં સોશિયલ મિડીયા અને શહેરમાં લાગેલી સ્ક્રિન પર ફોટો લગાડવામાં આવશે. છેલ્લા એક સપ્તાહથી મહાનગરપાલિકા દ્રારા શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર રાત્રી દરમિયાન સ્વચ્છતાની સમિક્ષા કરવા નીકળે છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા 2026’ અને 100 દિવસીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં સઘન સફાઈ, જનજાગૃતિ અને રાત્રિ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્માર્ટ સીટીને વધુ સ્વચ્છ બનાવવા માટે રાજકોટ વાસીઓ કામે લાગ્યા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઘટના કારણે ઘાસચારાના ભાવમાં ભડકો, પશુપાલકો કફોડી સ્થિતિમાં અહી ક્લિક કરો