Breaking News : વડોદરાના ડભોઇમાં ચૂંટણી પહેલાં બબાલ, ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 15, 2026 | 3:39 PM

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા પંચાયત ખાતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા પંચાયત ખાતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.

માહિતી અનુસાર કોંગ્રેસના કાર્યકરો અને MLA શૈલેષ મહેતાના સમર્થકો વચ્ચે તીખી બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ, જેમાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

ડભોઇ કુંઢેલાના AAP ઉમેદવાર મુળજી વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો વધુ વધ્યો હતો. તે જ સમયે લીંગાસ્થડીના કોંગ્રેસ ઉમેદવાર દક્ષેશ રાઠોડે પણ ઉમેદવારી પરત ખેંચતા વિવાદ ઊભો થયો અને મામલો બગડ્યો હતો.

ડભોઇ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે 54 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી બે ફોર્મ પરત ખેંચવાના સમયે આ બબાલ સર્જાઈ હતી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને બહારથી વધારાનો પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો અને તાલુકા પંચાયત કચેરી ખાતે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.

Breaking News: અમદાવાદ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ, Watch Video

Follow Us