AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ પર તિરાડો પડી, પસારથનારાઓમાં ભયનો માહોલ, જુઓ Video

Breaking News : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ પર તિરાડો પડી, પસારથનારાઓમાં ભયનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2026 | 1:27 PM
Share

અમરેલીમાં પહેલા વરસાદમાં જ બ્રિજમાં તિરાડ પડતા નબળા કામની પોલ ખુલી છે.થોડા દિવસ પહેલા જ્યાં સમારકામ કરી ઢીંગડા બુર્યા હતા તે જ જગ્યા પર રોડ ફરીવાર ફાટી જવાના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમે અનેક વખત એવા સમાચાર સાંભળ્યા હશે કે, બ્રિજ તુટવાના કારણે કેટલાકના મોત તો કેટલાક લોકો ઘાયલ થયા છે. જ્યાં સુધી બ્રિજ જર્જરીત હાલતમાં ન આવે ત્યાં સુધી અધિકારીઓ સામે વળીને જોતા નથી. કેટલીક વખત તો એવી ઘટના સામે આવે છે કે, નિર્માણાધીન બ્રિજ પડી ભાંગે છે. તો કેટલાકમાં નવા બનેલા બ્રિજમાં મહિનાઓમાં તિરાડો પડવા લાગે છે. અમરેલી જિલ્લામાંથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર પ્રથમ વરસાદે નબળા કામની પોલ ખુલી ગઈ છે.

રાજુલા તાલુકાના ચારનાળા નજીક આવેલ બ્રિજ પર મોટી તિરાડો ચારે તરફ રોડ ફાટી ગયો. નબળી ગુણવત્તાના ભયાનક દ્રશ્યો જુવો સૌથી પહેલા TV9 ગુજરાતી પર સામે આવ્યા છે. વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી.

CC રોડ ઉપર મોટી તિરાડો પડી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે અહીં પ્રથમ વરસાદે નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઈ છે અહીં રાજુલા ચારનાળા નજીક આવેલ બ્રિજ પર ભયાનક દ્રશ્યો સૌથી પહેલા TV9ની ટીમ પહોંચી ત્યારે નબળી ગુણવત્તાના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં પહેલા વરસાદે અહીં CC રોડ ઉપર મોટી તિરાડો પડી રીતસર હાઇવે ફાટી ગયો છે થોડા દિવસ પહેલા જ્યાં સમારકામ કરી થીંગડા પુર્યા હતા, તે જ જગ્યા પર રોડ ફરીવાર ફાટી જવાના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નબળા કામ થતા હોવાની ફરિયાદો

સ્ટેટ હાઇવે કરતા સૌથી વધારે નેશનલ હાઇવેની સ્થિતિ હવે સૌરાષ્ટ્રમાં વધુ ખરાબ બની રહી છે. ઓથોરિટી અધિકારીઓ અહીં કમિટીની રચના કરી. તપાસ ટીમની રચના કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. વાહન ચાલકોના કહેવા પ્રમાણે બેથી ત્રણ મહિને અહીં રોડ તૂટી જાય છે. બ્રિજ બધાજ નબળા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા કામ કરતા કોન્ટ્રાકટર સામે પગલા ભરી કાયમી ધોરણે પગલા ભરવા જોઈએ બીજી તરફ કામ ઉપર સુપરવિઝન કરતા સરકારી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ પબ્લિકના કરોડો રૂપિયાના ખર્ચે રોડમાં નબળા કામ થતા હોવાની ફરિયાદો ઉઠી છે.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આ રીતે મોટાભાગે બ્રિજ પર તિરાડો પડી મહુવાથી રાજુલા ઉના સુધી અનેક બ્રિજ અને રોડ ઉપર નબળા કામો છે ત્યારે કેન્દ્ર સરકાર આ નબળા કામો અંગે તપાસ ટીમની રચના કરી યોગ્ય તપાસ કરવામા આવે તો કામ કરતા કોન્ટ્રાકટરો અને સુપરવિઝન કરતા કર્મચારીઓ જવાબદાર અધિકારીઓ સામે મોટી કાર્યવાહી થઇ શકે છે.

મોતનો બ્રિજ બન્યો

તો આ તરફ ધારાસભ્ય હીરા સોલંકીએ વર્ષ 2025માં નીતિન ગડકરીને રજૂઆત કરેલો પત્ર સામે આવ્યો છે. જેમાં આ બ્રિજ માત્ર ભ્રષ્ટાચારનો જ નહીં પરંતું મોતનો બ્રિજ બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.સાઈન બોર્ડના અભાવે અવાર નવાર અહીં અકસ્માત થતા રહે છે.જેના કારણે અત્યાર સુધી અંદાજે 20 લોકોના મોત થયા હોવાનો પત્રમાં દાવો છે. પરંતું હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટીને માત્ર આંખ આડા કાન કરવામાં રસ હોય અને કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

 

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">