Breaking News : ભાવનગરમાં ઓનલાઈન લગ્નની જાહેરાત જોઈને યુવક ફસાયો, લાખો રુપિયાની છેતરપિંડી થઈ
ભાવનગર શહેર (Bhavnagar )માં ઓનલાઈન લગ્નના નામે સાઈબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે,ભાવનગરમાં લગ્ન ઈચ્છુક યુવક છેતરાયો છે.લગ્ન નોંધણીના નામે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તમે લુંટેરી દુલ્હન વિશે તો વાત સાંભળી હશે. પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે. કે, જેમાં યુવક એક ઓનલાઈન લગ્નની જાહેરાત જોઈ સાઈબર જાળમાં ફસાયો હતો.ભાવનગરમાં લગ્નના કોડ જોતા યુવક સાથે છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. ફેસબુક પર સમુહ લગ્નની રીલ જોઈને યુવક ઢગબાજોની જાળમાં ફસાયો હતો.
લગ્નની રીલ્સ યુવકને ભારે પડી
સાઈબર ઠગોએ યુવતીનો ફોટો મોકલીને યુવકના લગ્ન નક્કી કરાવ્યાં અને થોડા સમય બાદ યુવકનો સંપર્ક કરીને ઠગબાજોએ કહ્યું કે યુવતીના દાદીનું અવસાન થયું છે એટલે હાલ લગ્નની તારીખ મુલતવી રાખવી પડશે.આરોપીઓએ યુવતીના દાદીનું મૃત્યુ થયું છે તેવા ફોટો અને વીડિયો પણ યુવકને મોકલ્યા.અને આગામી સમયમાં નવી તારીખ આપવાની વાત કરી.ત્યારબાદ આરોપીએ રજિસ્ટ્રેશનના નામે લગ્નના કપડાં અને મંડપના ખર્ચના નામે યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. બગદાણા પોલીસ મથકમાં નિતીનસિંહ જંગ અને સુનીતા તિવારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે બંને વ્યક્તિને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના
ફેસબુક પર હિન્દીમાં લખેલ સામૂહિક વિવાહની રીલ જોઈ લગ્નની ઈચ્છા રાખવી યુવકને ભારે પડી છે.મહુવાના દેવળિયા ગામના યુવક સાથે 3.48 લાખની સાઈબર છેતરપિંડી થઈ હતી.‘નિતીનસિંહ’ નામના શખ્સે રજિસ્ટ્રેશનના નામે બાદમાં આણા, લગ્નના કપડાં અને મંડપના ખર્ચના નામે યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.
બગદાણા પોલીસ મથકે નિતીનસિંહ જંગ અને સુનીતા તિવારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે આ બંને વ્યક્તિને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.