Breaking News : નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી

ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.

| Updated on: May 25, 2026 | 1:30 PM

ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.

પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા છે.

વહેલી સવારથી જ સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે, અંતિમ પરિણામો સામે આવતા જ અહીં રાજકારણમાં ‘ઉલટી ગંગા’ વહેતી જોવા મળી છે. આમ આદમી પાર્ટીને સત્તા સ્થાનેથી દૂર રાખવા માટે પરંપરાગત હરીફ એવા ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા છે.

આપ સભ્યનું નિધન સત્તાનો ટ્રેનિંગ પોઇન્ટ બન્યું

નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકો આવેલી છે. આ ચૂંટણીમાં જનાદેશ ખુબ જ રસપ્રદ રહ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 8 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી. બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જરૂરી હતું. જો કે, ચૂંટણી જીત્યા બાદ અને પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીના 1 સભ્યનું અચાનક નિધન થઈ ગયું હતું. આ દુઃખદ ઘટનાના કારણે 1 બેઠક ખાલી પડી હતી અને આમ આદમી પાર્ટીને સીધું એક મતનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જેનાથી આપનું સંખ્યાબળ 8 થી ઘટીને 7 થઈ ગયું હતું.

નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં બાઉન્સરોની હાજરી જોવા મળી

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે ખેંચતાણ અને કટોકટીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ એટલી હદે તણાવપૂર્ણ હતી કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ખાસ બાઉન્સરોની સુરક્ષા સાથે તાલુકા પંચાયત કચેરીએ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

ભાજપ-કોંગ્રેસનું જોડાણ!!!

તાલુકા પંચાયતમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો હતો અને કોંગ્રેસના એકમાત્ર સભ્ય સાથે ગઠબંધન કરી લીધું હતું. આ ગઠબંધનના પરિણામે આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા વિજેતા બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. આમ, ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને આમ આદમી પાર્ટીના સત્તા પર આવવાના સપના પર પાણી ફેરવી દીધું છે.

Published On - 1:03 pm, Mon, 25 May 26

Follow Us