Breaking News: ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી, સ્ટાર્સે વધાર્યો ગીરનો ગૌરવ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 10, 2026 | 8:52 AM

ગુજરાતના ગૌરવ સમાન ગીર જંગલમાં આજે ફિલ્મી દુનિયાના ચમકતા સિતારાઓનો અનોખો મેળાપ જોવા મળ્યો. એશિયાટિક સિંહોની ધરતી ગીર-સોમનાથ આજે બોલિવુડ સ્ટાર્સ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ના પ્રમોશન માટે અભિનેતા આયુષ્માન ખુરાના, અભિનેત્રી વામિકા ગબ્બી, રકુલપ્રીત સિંહ અને સિંગર ઝારાએ ગીર સફારીનો રોમાંચક અનુભવ કર્યો.

સિંહ દર્શન કરી ગીરની કુદરતી સુંદરતાનો આનંદ માણ્યો

ફિલ્મમાં ફોરેસ્ટ ઓફિસર ‘પ્રજાપતિ પાંડે’નું પાત્ર ભજવનારા આયુષ્માન ખુરાના હવે રિયલ લાઈફમાં ગીરના જંગલ વચ્ચે જોવા મળ્યા. જંગલ અને વન્યજીવન સંરક્ષણનો સંદેશ આપતી આ મુલાકાત દરમિયાન સ્ટારકાસ્ટે સિંહ દર્શન કરી ગીરની કુદરતી સુંદરતાનો આનંદ માણ્યો.

ટુરિઝમ અને ગુજરાતના વન્યજીવન સંરક્ષણ વિશે માહિતી આપી

આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ પ્રધાન જીતુ વાઘાણી અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા પણ સ્ટારકાસ્ટ સાથે જોડાયા હતા. TV9 સાથેની ખાસ વાતચીતમાં બંને નેતાઓએ ગીર ટુરિઝમ અને ગુજરાતના વન્યજીવન સંરક્ષણ વિશે માહિતી આપી હતી.

બોલિવુડ સ્ટાર્સની મુલાકાતથી ગીર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે ગીર માત્ર સિંહ દર્શનનું સ્થળ જ નહીં પરંતુ કુદરત, વન્યજીવન અને ગુજરાતની સંસ્કૃતિનો અનોખો અનુભવ પણ બની રહ્યું છે.

Petrol Diesel Price Today : આજે તમારા નજીકના ફ્યુઅલ સ્ટેશન પર પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેટલો છે?

Follow Us