Loading video

Breaking News : અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગની વધુ એક ઘટના બની, વારંવારની ઘટનાઓ પર્યાવરણ માટે ચિંતાનો વિષય, જુઓ Video

author
| Edited By: | Updated on: Aug 17, 2023 | 9:25 AM

Breaking News : અંકલેશ્વર(Ankleshwar) માં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં આગની વધુ એક ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ફાયર બ્રિગેડે ઘણી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે વારંવારની આ પ્રકારની ઘટનાઓ સ્થાનિકો અને પર્યાવરણ માટે ચિંતાનો વિષય બને છે.

Breaking News : અંકલેશ્વર(Ankleshwar) માં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં આગની વધુ એક ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ફાયર બ્રિગેડે ઘણી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે વારંવારની આ પ્રકારની ઘટનાઓ સ્થાનિકો અને પર્યાવરણ માટે ચિંતાનો વિષય બને છે.

અંકલેશ્વર નોટીફાઈડ એરિયાના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાતના સુમારે નેશનલ હાઈવે નજીક ગોડાઉનમાં આગ  લાગી હોવાનો ઇમરજન્સી કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી હતી જેની ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

Massive fire breaks out in a godown near Ankleshwar National Highway, Bharuch | TV9GujaratiNews

અંકલેશ્વર ફાયર બ્રિગેડે આગ બુઝાવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પણ આ સમયે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી સ્થિતિ ગંભીર બની ન હતી. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

બનાવની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ઉપરાંત જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ ઘટના પાછળની હકીકત બહાર લાવવા પ્રયાસ શરૂ કર્યા છે. અંકલેશ્વરમાં સમયાંતરે લગતી ભંગારના ગોડાઉનમાં આગ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની રહી છે.

ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક સહીત કેમિકલ પણ ઓછા વધતા પ્રમાણમાં સળગી જતું હોય છે. આગમાં અલગ અલગ રસાયણો સળગતા હોવાથી તે ક્યારેક ઝેરી ધુમાડા સર્જતાં હોય છે. આ ધુમાડા સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઉભું કરી શકે છે માટે વારંવાર બનતી ઘટનાઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે.

Published on: Aug 17, 2023 09:19 AM