Amreli Breaking News: અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાયરલ

| Edited By: | Updated on: Aug 03, 2026 | 11:44 AM

 અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખારી ગામમાં સિંહોના ટોળા અને ગાય વચ્ચે જીવન-મરણનો જંગ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સાત સિંહોએ ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અસાધારણ હિંમત અને ચપળતા બતાવી સિંહોનો સામનો કર્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખારી ગામમાં સિંહોના ટોળા અને ગાય વચ્ચે જીવન-મરણનો જંગ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સાત સિંહોએ ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અસાધારણ હિંમત અને ચપળતા બતાવી સિંહોનો સામનો કર્યો હતો. ઘટનાના CCTV દૃશ્યો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 ગાયની હિંમત સામે સિંહોએ કરી પીછેહઠ

વાયરલ થયેલા દૃશ્યોમાં જોવા મળે છે કે સિંહો ગાયને ઘેરીને શિકાર કરવાનો પ્રયાસ કરે છે. જોકે ગાયે ડર્યા વગર સિંહો સામે આક્રમક વલણ અપનાવ્યું અને પોતાનો જીવ બચાવવા જોરદાર પ્રતિકાર કર્યો. એક તબક્કે ગાયે એક સિંહના મોઢા પર જોરદાર લાત મારતાં સિંહોના ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. અંતે ગાયની બહાદુરી સામે સાતેય સિંહોએ પીછેહઠ કરી હતી.

 ગાય બચી ગઈ, પરંતુ વાછરડીનો કર્યો શિકાર

ગાયનો શિકાર કરવામાં નિષ્ફળ રહેલા સિંહોએ બાદમાં ગામમાં જ એક વાછરડીનું મારણ કર્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગામમાં સિંહોના ધામાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો સતર્ક બન્યા હતા.

 વન વિભાગને સતર્ક રહેવાની માગ

ઘટનાના વીડિયો વાયરલ થતાં લોકો ગાયની હિંમતને બિરદાવી રહ્યા છે. સાથે જ ગામમાં વારંવાર સિંહોની અવરજવર થતાં સ્થાનિકોએ વન વિભાગ વધુ સતર્ક રહે અને ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરે તેવી માંગ પણ ઉઠાવી છે.

આ પણ વાંચો- Gujarat Weather Today: રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજથી ભારે વરસાદનું જોર ઘટશે

 

Follow Us
Loading...
Unable to load recommendations.