Breaking News : જંગલમાં સિંહની પજવણી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વનવિભાગ થયુ દોડતુ,જુઓ Video
ગીર વિસ્તારમાં સિંહની પજવણીના વીડિયો વાયરલ થવા એ ગંભીર ચિંતાનો વિષય છે. હાલમાં અમરેલી જિલ્લામાં સિંહોની પાછળ ગાડી દોડાવી, ટોર્ચની લાઈટ મારી કરતો વીડિયો સામે આવ્યા છે, જે બાદ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં મોટાભાગના સિંહોનો વસવાટ છે.અમરેલી જિલ્લામાં સિંહોની હાલત શ્વાન કરતાં પણ બદતર જોવા મળી રહી છે.અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો વાયરલ થયો છે.અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહ છે. હવે તો સિંહોની પજવણીના બનાવો વધી રહ્યા છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે સિંહ જ્યાં રહેતા હોય છે તેવા વાડી વિસ્તારમાં સિંહની પાછળ કુરતાપૂર્વક કોઇ વાહન દોડાવી સિંહની પજવણી કરી રહ્યુ છે. વન વિભાગને ટીખળખોરો ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. આ વીડિયો વાયરલ થતા વનવિભાગ દોડતુ થયુ છે. ધારી ગીર પૂર્વના DCFએ તપાસના આદેશ આપ્યા છે. સિંહ પજવણીનો વિડીયો રેવન્યુના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સિંહોની પજવણીની ઘટના નવી નહીં
અમરેલી જિલ્લામા સિંહોની પજવણી કરતા અનેક વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે, ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. ધારી અને ગીર કાંઠાના વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. સિંહની પજવણીનો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.અલગ અલગ રેન્જના અધિકારીઓ પણ આ વીડિયો ક્યા વિસ્તારનો છે. તેના વિશે તપાસ હાથ ધરી છે. આ પજવણી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે.
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. અહી ક્લિક કરો
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
