Breaking news Amreli: અમરેલીના ખેરા ગામે પોલીસ પર હુમલો: 27 આરોપીઓ રાઉન્ડ અપ, બોડી કેમેરાથી થઈ ઓળખ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધને લઈને ઉભા થયેલા વિવાદ બાદ યુવકના પિતાનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ટોળાએ પોલીસ ટીમ પર પણ હુમલો કરી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, પ્રેમ સંબંધની આડમાં કેટલાક લોકોએ એક આધેડ વ્યક્તિને ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ યુવતીના પક્ષના લોકોએ યુવકના પિતાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો હતો.
પોલીસ તંત્ર સક્રિય બન્યું
ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. DYSP અને LCBની સંયુક્ત ટીમોએ કાર્યવાહી હાથ ધરી 27 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. આરોપીઓની ઓળખ માટે પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાના ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના આધારે સંડોવાયેલા લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે.
પોલીસે આ મામલે સરકારી ફરજમાં રુકાવટ, હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.