Breaking News : અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ ! જુઓ Video

| Edited By: | Updated on: Nov 09, 2026 | 1:09 PM

અમદાવાદના વાહનચાલકો માટે મોટી રાહત! ₹464 કરોડના ખર્ચે તૈયાર થયેલો 4.3 કિમી લાંબો અને છ લેનનો ઈસ્કોન-સાણંદ એલિવેટેડ બ્રિજ શરૂ થયો છે. હવે અનેક ટ્રાફિક સિગ્નલોની ઝંઝટ વિના મુસાફરી કરી શકાશે.

અમદાવાદના વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા બે વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઈસ્કોનથી સાણંદ સુધીનો એલિવેટેડ કોરિડોર બ્રિજ હવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને ₹464 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

આ બ્રિજ 4.3 કિલોમીટર લાંબો અને છ લેનનો છે. તેના શરૂ થવાથી વાહનચાલકોને YMCA, કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર જેવા મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર રોકાવું નહીં પડે. પરિણામે સરખેજથી ગાંધીનગર તરફની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. આ પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ કરવામાં બે વર્ષ અને ત્રણ મહિનાનો સમય લાગ્યો છે.

34 કિલોમીટરનો સિગ્નલ ફ્રી કોરિડોર

બ્રિજ પર વાહનચાલકોની સુવિધા માટે CCTV કેમેરા, સ્ટ્રીટ લાઇટ, નોઈઝ બેરિયર અને થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની ખાસિયત તેની આધુનિક બાંધકામ પદ્ધતિ છે.

તેમાં દુર્લભ ગણાતી ‘રિવર્સ T-Cap’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2.8 મીટર વ્યાસના સિંગલ પિલર પર 40 મીટર લાંબા પ્રિકાસ્ટ ગર્ડર મૂકવામાં આવ્યા છે. આ બ્રિજ ગાંધીનગરથી સનાથલ સુધી 34 કિલોમીટરનો સિગ્નલ ફ્રી કોરિડોર બનાવવાની યોજનાનો મહત્ત્વનો ભાગ છે.

આ પણ વાંચો, Breaking News : જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ! ફાયર બ્રિગેડ આખી રાત દોડતું રહ્યું, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.