Breaking News: ઉત્તરાયણમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં સઘન ચેકિંગ, જુઓ Video
અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને ઊંધિયું અને જલેબી બનાવતા તથા વેચતા વેપારીઓના ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવાયા
ઉત્તરાયણ દરમિયાન ઊંધિયું અને જલેબીની માગ વધી જતી હોય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. તપાસ દરમિયાન વેપારીઓ પાસેથી ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રેપિડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ
AMC દ્વારા રેપિડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરીને સ્થળ પર જ ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે. જેથી તાત્કાલિક પરિણામ મળી શકે. જો તપાસમાં ખાદ્યપદાર્થો અખાદ્ય કે ભેળસેળયુક્ત હોવાનું જણાશે, તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી સાથે દંડ પણ ફટકારવામાં આવશે.
આરોગ્ય વિભાગે વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સાથે જ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે શંકાસ્પદ ખાદ્યપદાર્થોની ફરિયાદ AMCને તરત કરે.