Breaking News : અમદાવાદમાં ચિંતાજનક સ્તરે હવાની ગુણવત્તા ! થલતેજના જય અંબે નગરમાં AQI 260 નોંધાયો, જુઓ Video
ઠંડી શરૂ થતાં જ શહેરમાં હવાની ગુણવત્તા કથળી રહી છે. અમદાવાદમાં ચિંતાજનક સ્તરે હવાની ગુણવત્તા પહોંચી છે. મેટ્રોસિટીનો સરેરાશ AQI 236 પર પહોંચ્યો છે. અમદાવાદમાં એક વિસ્તારમાં નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં AQI ઊંચો નોંધાયો છે.
ઠંડી શરૂ થતાં જ શહેરમાં હવાની ગુણવત્તા કથળી રહી છે. અમદાવાદ અને રાજકોટમાં ચિંતાજનક સ્તરે હવાની ગુણવત્તા પહોંચી છે. મેટ્રોસિટી અમદાવાદમાં સરેરાશ AQI 236 પર પહોંચ્યો છે. જ્યારે રાજકોટમાં AQI 309ને પાર ગયો છે. અમદાવાદમાં એક વિસ્તારમાં નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં AQI ઊંચો નોંધાયો છે. થલતેજના જયઅંબે નગરમાં AQI 260 નોંધાયો છે. ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં AQI 247 નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સોનીની ચાલી વિસ્તારમાં AQI 236 અને રખિયાલમાં AQI 228 નોંધાયો છે. બીજી તરફ ઈસરો, બોડકદેવ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ને પાર ગયો છે.
ઉલ્લેખનીય છે કે ઠંડી વચ્ચે અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા કથળી રહી છે. સવારે 8 વાગ્યાની આસપાસ શહેરનો સરેરાશ AQI 236 નોંધાયો હતો. તો સાડા આઠની આસપાસ શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ની ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો. ઈસરો, બોડકદેવ, સી.પી. નગર, ઉષ્માનપુરા સહિતના વિસ્તારોમાં AQIનું સ્તર ચિંતાજનક રીતે 230ની ઉપર જોવા મળ્યું.
ગુજરાત સહિત દેશના વિભિન્ન શહેરની હવાની ગુણવત્તા જાણવા માટે આપ અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
