AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking : AMCની ઘોર બેદરકારી, નારોલમાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી, જવાબદાર કોણ?

Ahmedabad Breaking : AMCની ઘોર બેદરકારી, નારોલમાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી, જવાબદાર કોણ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2026 | 8:07 PM
Share

અમદાવાદના નારોલ-પીપળજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર લાપરવાહી સામે આવી છે. માતા-પિતા રિક્ષાનું ભાડું ચૂકવતા હતા ત્યારે માત્ર 2 ડગલાં પાછળ જતાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ડ્રેનેજમાં ગરકાવ થઈ ગઈ. ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઘોર અને અક્ષમ્ય લાપરવાહીનો વધુ એક ભોગ એક નિર્દોષ માસૂમ બની છે. નારોલ-પીપળજ રોડ પર AMC તંત્ર દ્વારા ખુલ્લી મુકી દેવાયેલી મોતના કૂવા સમાન ડ્રેનેજ લાઈનમાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકતાં ભારે અરેરાટી સાથે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો મુજબ, પરિવાર રિક્ષામાંથી નીચે ઉતર્યો હતો અને માતા-પિતા રિક્ષાચાલકને ભાડું ચૂકવી રહ્યા હતા. તે દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકી અજાણતા માત્ર 2 ડગલાં પાછળ ગઈ અને ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં સીધી ગરકાવ થઈ ગઈ હતી. બાળકી અંદર પડતાં જ પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અસલાલી અને જમાલપુર ફાયર વિભાગની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને શોધવા માટે અલગ-અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.

આ હૃદયદ્રાવક ઘટનાએ AMCના ભ્રષ્ટ અને બેજવાબદાર વહીવટ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે:

ભરચક રોડ પર ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું રાખવા પાછળ તંત્રની આટલી મોટી લાપરવાહી કેમ?

શું તંત્ર માત્ર કોઈનો ભોગ લેવાય તે પછી જ જાગશે?

જો કોઈ અનહોની થશે, તો આ માસૂમની જિંદગીનો જવાબદાર કોણ—કોન્ટ્રાક્ટર કે ઊંઘતા ઝડપાયેલા AMCના અધિકારીઓ?

જાહેર માર્ગો પર ખુલ્લી ગટરો રાખીને પ્રજાના જીવ સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી થશે કે કેમ, તેવો ઉગ્ર સવાલ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે.

With Input: Jignesh Patel

Breaking News: GST કાઉન્સિલનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટો નિર્ણય, હવે લાગશે 5% ફિક્સ GST, આ લાભ હવે નહીં મળે

Published on: Oct 10, 2026 07:27 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">