Breaking News: અમદાવાદના નવા મેયરના નામ પર ‘સસ્પેન્સ’ યથાવત, 26 મેના રોજ થઈ શકે છે ‘મોટી જાહેરાત’ – જુઓ Video

Breaking News: અમદાવાદના નવા મેયરના નામ પર ‘સસ્પેન્સ’ યથાવત, 26 મેના રોજ થઈ શકે છે ‘મોટી જાહેરાત’ – જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2026 | 5:38 PM

અમદાવાદના નવા મેયર અને અન્ય હોદ્દેદારો કોણ બનશે, તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. તમામ નામો નક્કી કરવામાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ 26 મેના રોજ મળનારી સામાન્ય સભામાં નવા મેયરના નામની જાહેરાત થઈ શકે છે.

અમદાવાદના નવા મેયરની રેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાના તમામ ઉચ્ચ હોદ્દેદારો નક્કી કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડકના નામ પર હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકાયો નથી.

જો કે, આગામી 25 મેના રોજ તમામ હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે ફોર્મ ભરાવાની શક્યતા છે, જ્યારે 26 મેના રોજ યોજાનારી સામાન્ય સભામાં નવા મેયરના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. હાલમાં અમદાવાદના આગામી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન કોણ બનશે, તેના પર રાજકીય ગરમાવો વધી ગયો છે અને સૌની નજર ટકેલી છે.

Input Credit: જીજ્ઞેશ પટેલ

અંબાણીના આઈસ્ક્રીમનો ભાવ કેટલો અને તે કયા દૂધમાંથી બને છે? આ જાણ્યા બાદ તમે જ કહેશો કે, ‘આટલામાં તો આખા મહિનાનું દૂધ આવી જાય’

 

Follow Us