Breaking News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, બાદમાં કામેશ્વર મહાદેવ મંદિરે કર્યા દર્શન-Video
અમિત શાહે પરિવાર સાથે નારણપુરા મત વિસ્તારમાં મતદાન કર્યું હતું, પુત્ર જય શાહ પણ સાથે હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે નારણપુરા મતવિસ્તારથી જ અમિત શાહે તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યું છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર વચ્ચે સમય કાઢીને તેઓ ખાસ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવ્યા હતા. અમિત શાહે પોતાના આખા પરિવાર પત્ની, દીકરો જય શાહ અને જય શાહના પત્ની પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા અમિત શાહ
અમિત શાહે પરિવાર સાથે નારણપુરા મત વિસ્તારમાં મતદાન કર્યું હતું, પુત્ર જય શાહ પણ સાથે હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે નારણપુરા મતવિસ્તારથી જ અમિત શાહે તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી, જેના કારણે આ સ્થળ તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે. અમિત શાહ ગરમીના કારણે વહેલા મતદાન કરવા પહોંચ્યા હતા.
મતદાન બાદ કામેશ્વર મહાદેવ મંદિરના કર્યા દર્શન
મતદાન બાદ અમિત શાહ કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેમણે અહીં દર્શન કર્યા હતા. નોંધનીય છે કે અમિત શાહ પહેલા દર્શન કરીને મતદાન કરવા પહોંચતા હોય છે ત્યારે આ વખત પહેલા વોટ કરવા ગયા હતા જે બાદ મંદિર દર્શન કર્યા છે.
બંગાળ જવા રવાના થશે અમિત શાહ
ગરમીના માહોલ વચ્ચે તેમણે પ્રથમ મતદાન કરીને પછી ધાર્મિક દર્શન કર્યા હતા. મળતી માહિતી મુજબ ત્યારબાદ તેઓ બંગાળ માટે રવાના થવાના છે.