Breaking News : અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 27, 2026 | 3:16 PM

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી ITC નર્મદા હોટલમાં સેન્ડવીચમાંથી નીકળી જીવાત ધમાલ મચી હતી.હોટલમાં આવેલા ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. વીડિયોમાં સેન્ડવીચમાં ફરતી જીવતી જીવાત દેખાઈ રહી છે,

થોડા સમયે પહેલા અમદાવાદની સિંધુ ભવન રોડ પર આવેલ કોમો બાય કાફાના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી.આ મોંઘીદાટ komobykaffaમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે ગાર્લિક બ્રેડનો ઓર્ડર કર્યો હતો. જેમાંથી મરેલી માખી નીકળી હતી.અમદાવાદમાં ટી20 વર્લ્ડકપની મેચ દરમિયાન કેટલાક ભારતીય ક્રિકેટરોએ પણ આ કોમો બાય કાફાની મુલાકાત લીધી હતી. અભિષેક શર્મા, અર્શદીપ સિંહ સહિત ઈશાન કિશને પણ કોમો બાય કાફેની મુલાકાત લીધી હતી. ત્યારે આજે વધુ એક અમદાવાદની ફેમસ હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી

ભારતીય ક્રિકેટ ટીમની જ્યારે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી ITC નર્મદા હોટલમાં રહે છે.અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની ફેમસ ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હોટલમાં આવેલા ગ્રાહકે વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. સેન્ડવીચ પર ફરતી જીવાતનો વીડિયો સામે આવતાં ખળભળાટ મચ્યો હતો. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે હોટલને 15 હજારનો દંડ ફટકાર્યો છે.તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદની ITC નર્મદા હોટલમાં રોકાતી હોય છે.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us