Breaking News: ટેલિગ્રામ ડેટાથી ગૂગલ વોઈસ સુધી… અમદાવાદમાં સાયબર ઠગાઈનો નવો ખુલાસો, જુઓ Video

| Edited By: | Updated on: Feb 19, 2026 | 2:30 PM

પોલીસને મળેલી બાતમીના આધારે રંગ અવધૂત સોસાયટીમાં રેડ કરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા કોલ સેન્ટરનો ભંડાફોડ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોગસ કોલ સેન્ટર સામે આવ્યું છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે રંગ અવધૂત સોસાયટીમાં રેડ કરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા કોલ સેન્ટરનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. પોલીસે મુનાફખાન પઠાણ અને સકલૈન સિપાઈ નામના બે આરોપીની ધરપકડ કરી છે.

ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો

તપાસ દરમિયાન 6 મોબાઈલ, 2 લેપટોપ, 2 પેન ડ્રાઈવ તેમજ બનાવટી લોન એપ્રુવલ લેટર સહિતના પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો. ત્યારબાદ ગૂગલ વોઈસ એપ ઈન્સ્ટોલ કરીને પોતાને “લિબેટ્રી લોન ફાઈનાન્સ” કંપનીના અધિકારી તરીકે રજૂ કરતો અને વિદેશી નાગરિકોને કોલ, મેસેજ અને ઈમેઇલ દ્વારા સંપર્ક કરતો.

ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી સામે આવી

આરોપીઓ બનાવટી લોન મંજૂરી પત્ર મોકલી પીડિતોના બેંક એકાઉન્ટના ID અને પાસવર્ડ મેળવી લેતા. ચેક ડિપોઝિટ થયા બાદ રૂપિયા ઓનલાઈન માધ્યમથી વોલમાર્ટ અને અન્ય સ્ટોરના ગિફ્ટ કાર્ડ તેમજ USDT દ્વારા ભારતમાં મંગાવતા. છેલ્લા છ મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી સામે આવી છે.

હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ઠગાઈમાં અન્ય કોણ સંકળાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.