Breaking News : અમદાવાદમાં ધોધમાર વરસાદથી હાલાકી, રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ પરેશાન, જુઓ Video

| Edited By: | Updated on: Jul 23, 2026 | 12:42 PM

અમદાવાદના બોપલ સહિતનાં વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, બોપલ વિસ્તારમાં રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે.પાણીનાં ભરાવાને કારણે લોકોની અવરજવર પર અસર પડી છે.

અમદાવાદ પશ્ચિમનાં બોડકદેવ, માણેકબાગ, પાલડી, નહેરુનગર, ધરણીધર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતા સવારનાં સમયે વરસાદથી લોકોને નોકરી-ધંધા પર જવાની મુશ્કેલી થઈ રહી છે. સવારથી વરસી રહેલા સતત વરસાદમાં ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ થયો છે.

એસ.જી હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. કેટલાંક વિસ્તારોમાં માત્ર એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.બોડકદેવમાં 2 ઈંચ, સરખેજમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો, તો જોધપુરમાં પોણા 2 ઈંચ, બોપલમાં 2 ઈંચ વરસાદ, બોપલ, જોધપુર, સેટેલાઈટ વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોપલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોમાં મુશ્કેલી વધી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ હાલાકીમાં જોવા મળી રહી છે.એસ.જી હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો છે, જ્યારે કપરાડામાં 28.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

 

 

Rain Breaking : સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક, રાહત પહોંચાડવા અપાઈ સૂચના અહી ક્લિક કરો

Follow Us