Breaking News : ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, અન્ય 4 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

| Edited By: | Updated on: Dec 12, 2025 | 1:19 PM

ભરુચમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બન્ને વાહનમાં આગ લાગતા મહિલા જીવતી ભૂંજાઈ હતી. જ્યારે અન્ય 4 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભરુચમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બન્ને વાહનમાં આગ લાગતા મહિલા જીવતી ભૂંજાઈ હતી. જ્યારે અન્ય 4 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. અકસ્માત બાદ કોસમડી ગામ નજીક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

અન્ય 4 લોકો દાઝી જતા સારવાર હેઠળ ખસેડાયા

ટ્રક પાછળ રિક્ષા પલટી જતા જોત જોતામાં ભીષણ આગ લાગી ગઈ હતી. જે બાદ તો સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો દોડી આવ્યા આગ બૂજાવવાનો પ્રયાસ કરીને લોકોનું રેસ્ક્યૂ પણ કર્યું હતું. છતાં એક મહિલાનું આગમાં ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતુ.

પેટ્રોલ પંપ નજીક જ અકસ્માત સર્જાયો જેના CCTV પણ સામે આવ્યાં હતા. બાઈકચાલકે ટર્ન લેકા રિક્ષાએ મારી ટક્કર જેથી ટ્રકે કાબૂ ગુમાવ્યો અને ટ્રક પાછળ આવતી રિક્ષા પલટી ગઈ હતી. ભયાનક આગ લાગી જેમાં એક મહિલાનું ગંભીર દાઝવાને કારણે મોત થયુ હતું. તો ચાર લોકો દાઝી જતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પેટ્રોલ પંપના કર્મીઓ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બૂજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ રિક્ષામાં સવાર લોકોનુ રેસ્ક્યૂં કર્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો