Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPએ 460 ઉમેદવારોની યાદી જાહેર કરી

| Edited By: | Updated on: Mar 24, 2026 | 1:25 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની યાદી જાહેર કરી છે.AAPની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે.પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPએ ઉમેદવાર જાહેર કર્યા છે.ચૂંટણીની જાહેરાત પહેલાં જ AAPએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે,AAPની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર.પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર છે.

સ્કિનિંગ કમિટી, કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે.અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજી યાદી જાહેર થશે,ઈસુદાન ગઢવીએ કહ્યું કે,નેતાઓના દીકરાઓને નહીં, આમ જનતાને ટિકિટ આપી છે.”હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત થશે”

 

 

ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીએ આમ જનતા માટે રાજનીતિના દરવાજા ખોલ્યા છે.ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસે બાપ બેટાનું રાજ ચલાવ્યું અને ટિકિટો પણ પોતાના સંબંધીઓ અને માનીતાઓને આપી.આમ આદમી પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ જનતાને ટિકિટો આપીને ગુજરાતના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત કરી છે, હું તમામ જાહેર થયેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવું છું.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના પરિવારમાં વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us