Breaking News : વડોદરાના ગાજરાવાડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, રસોઈ બનાવતી મહિલા સહિત પાંચ દાઝ્યા

| Edited By: | Updated on: Nov 13, 2026 | 1:25 PM

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત કુલ પાંચ લોકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડોદરાના (Vadodara) ગાજરાવાડી વિસ્તારમાં ગેસ સિલિન્ડરના પ્રચંડ બ્લાસ્ટથી અફરાતફરી મચી ગઈ હતી. રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત કુલ પાંચ લોકો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગે આગ પર સમયસર કાબૂ મેળવ્યો હતો.

અફરાતફરીનો માહોલ સર્જાયો

ઘટનાની વિગતો અનુસાર, એક મહિલા ઘરમાં રસોઈ બનાવી રહી હતી ત્યારે અચાનક સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રસોઈ બનાવતી મહિલા તેમજ ઘટનાસ્થળે હાજર અન્ય ચાર લોકો પણ દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની સમયસરની કાર્યવાહીથી આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. હાલ ઇજાગ્રસ્ત પાંચેય વ્યક્તિઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Breaking News : દિવાળીથી ભાઈબીજ દરમિયાન અમદાવાદમાં કુલ 19500 મેટ્રિક ટન કચરો એકત્ર કરી નિકાલ કરાયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.